"માં"ની સ્મૃતિ
〰️〰️〰️〰️〰️〰️
રડી ને,ત્યાં જ સ્થિર થઈ ગઈ દીવાલો.
ચાલતાં થયા,બારણાં બા સાથે.
હીંબકાં ભરતો,હીંચકો સ્થિર થયો આજે.
બધી બારી બહેરી બની,બા નાં જવાના કાજે.
ડેલિયેથી,દીકરી દોડાવે નજર ઘર મહીં,
ગઈલી નજર નિસાસો નાખી ખાલી ફરી,
દેખાય નહિ,બા ઓરડા - ઓસરીમાં કહીં.
પિયર "માં"ની મમતા થી શોભતું.
હીંબકે ચડેલી,પાંપણને કોણ રોકતું ?
મમતા "માં" ની મૂર્તિમાં બાજી ગઈ.
આપતાં આવકાર ની વાણી ગઈ.
દોલત દીકરીની ગઈ,સ્મૃતિ"માં"ની રહી ગઈ.
મીઠી છાયડી ભાણેજડા ની સુકી થઈ.
ખુલ્લું રસોડું, અધ ખુલ્લું થઈ,
એ ગયું બાળકો ની મીઠાશ લઈ.
સબંધ,સહવાસ ને સંવેદના નાં છત,
જિંદગીમાં જોવા ન મળે,હવે એને રટ.
મળવુ "માં"વગર નું પણ કોને ?
"માં તે માં બીજા બધા વગડાનાં વા".
હવે ન વરસે "માં" નાં સ્નેહનો વરસાદ.
મેળવવો મૂર્તિ માંથી પ્રેમ નો પ્રસાદ.
➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️
✍️ જાની.જયા.એચ.તળાજા. "જીયા"