કુદરત રહેમ કર હવે! તારી ન્યાયની આ પરિભાષા નથી સમજાતી !પંખીઓએ કલશોર મચાવ્યો,કર્યો ગગનવિહાર, પ્રાણી ઓ નીકળ્યા લટાર મારવા માનવ રસ્તે,જ્યાં ભૂખ્યાં બાળુડા પણ જતાં પગપાળા વતન ભણી મૂકી દોટ ત્યાં થઈ ગયા કાળ નો કોળિયો,જઠરાગ્નિ શાંત ન થઈ , થઈ ગયા એ શાંત હંમેશા માટે,શ્રમિક હોવાની એ પરિવારે ચૂકવી કિંમત,પ્રભુ !લોહી નીંગળતી ને પગમાં છાલા ને પીડા ને ગયાં ભૂલી તોય ન પહોંચ્યા ગંતવ્ય,પ્રભુ! આ તે કેવો ન્યાય તારો!