શાહી દેખતા કલમ ડૂબતા ડૂબાડાઈ ગઈ,
પ્રેમ લખતા લાગણી રંગમાં રંગાઈ ગઈ.
દિલને અટકચાળો કરતા કરાઈ ગયું,
પ્રીતમ નું નામ બોલતા બોલાઈ ગયું.
યાદ આવતા આભલું તૂટતાં તૂટી પડ્યું,
બિન મોસમે ઝરણું વેહતા વહી પડ્યું.
પાનખરમાં પાંદડી ખરતા ખરી પડી,
પ્રકૃતિ રડતી ભટકતાં ભટકી પડી.
ન ધાર્યું ને ન થવાનું સગળુ અહીં થઇ ગયું,
જીવનનો ન્યાય કરતા ને કરતા રહસ્ય થઈ ગયું.