Know Secrets And Nature Through Teeth
તમારા દાંત ગણી લેજો જેવા દાંત એવું ભાગ્ય, જાણો ખાસ વાતો
દાંત માત્ર ભોજન ચાવવા માટે જ નથી પણ તમારા ચહેરાને એકદમ પરફેક્ટ લુક આપે છે. જો દાંતનો આકાર-પ્રકાર સારો ન હોય તો અનેકવાર વ્યક્તિ હીન ભાવનાઓથી ગ્રસિત થઈ જાય છે. કોઈની પણ મુસ્કુરાહટનો તેની સુંદરતામાં ઘણો આધાર દાંત ઉપર રહેલો હોયછે. જેના દાંત સુંદર અને આકર્ષક હોયછે તેમની એક મુસ્કાર કોઈને પણ સમ્મોહિત કરવા માટે પર્યાપ્ત છે. સમુદ્રશાસ્ત્ર પ્રમાણે દાંત જોઈ કોઈપણ વ્યક્તિના સ્વભાવ અને ચરિત્ર વિશે પણ આસાનીથી અનુમાન લગાવી શકાય છે.
આગળ વાંચો કેટલા પ્રકારના દાંત હોય છે અને દાંતના આધારે તે વ્યક્તિનો સ્વભાવ કેવો હોય છે......
જે સ્ત્રીઓના દાંત ઊંચા હોય છે, તેઓ તર્ક આપનારી હોય છે તેમના તર્કમાં જેટલી કઠિનતા હોય છે. તે બોલતી ખૂબ જ હોય છે અને પોતાની સામે કોઈ બીજાનું નથી ચાલતા દેતી. આ કારણે સ્ત્રીઓનું પરિવારમાં ઓછું બને છે. ઘણીવાર તેઓ પોતાના પતિ સિવાય બીજા પુરુષો સાથે પણ સંબંધ બનાવે છે. તેઓ પોતાના પતિને દગો આપવામાં પણ અચકાતી નથી. તેમનું ચરિત્ર સમજવું ખૂબ જ કઠિન હોયછે.તેઓ ક્યારેય હસમુખા તો ક્યારેક ખૂબ જ ગુસ્સામાં રહે છે.
સમુદ્રશાસ્ત્ર પ્રમાણે બત્રીસ દાંતવાળા વ્યક્તિ ખૂબ જ ભાગ્યવાન હોય છે અને તેમનો સ્વભાવ પણ સૌમ્ય હોય છે. તેઓ બધા સાથે ઝડપથી હળમળી જાય છે. તેઓ ઈમોશનલ પ્રકારના લોકો હોયછે જે ઝડપથી કોઈની ઉપર ભરોસો કરી લે છે. આ કારણોથી તમને ક્યારેક દગો પણ સહન કરવો પડી શકે છે. તેમનું ભાગ્ય ઉજ્જવળ હોય છે.
જે વ્યક્તિના દાંત એકબીજાથી અલગ-અલગ છુટા-છુટા હોય છે તે વ્યક્તિ બીજાના ધન ઉપર એશ કરે છે. અનેક વાર એવા વ્યક્તિને પોતાના પૈતૃક સંપત્તિ પણ મળી જાય છે અને તેઓ જીવનભર તેની ઉપર પોતાનું નિર્વહન કરી લે છે. તેઓ ખૂબ જ ખર્ચાળ પ્રકારના હોય છે પરંતુ જ્યારે ખીસામાંથી ખર્ચ કરવાનો વારો આવે તો તેમને તે સારું નથી લાગતું.
જો કોઈ છોકરીના દાંતની ઉપર બીજા દાંત હોય તો તે પોતાના જીવનસાથીના અંગળીના ઈશારે નાચતી હોય છે. એવી છોકરીઓ પોતાની દરેક વાત મનમાની કરતી હોય છે. તેઓ પોતાના જીવનની પ્રત્યે ઈમાનદાર પણ હોય છે. પરંતુ તેમનો ગુસ્સો ક્યારેક-ક્યારેક નકારાત્મક પક્ષ બની જાય છે.
કાળા અને વાંકા-ચુકા દાંતવાળા વ્યક્તિ સૌથી પહેલા પોતાનું હિત વિચારનારા હોય છે એવા લોકો બેવડા વ્યક્તિત્વવાળા હોયછે. તેમનો સ્વભાવ સ્વાર્થી પ્રવૃત્તિનો હોય છે. પોતાનું હિત સાધવા માટે તેઓ કોઈની સાથે દોસ્તી કરી લે છે અને મતલબ નિકળતા જ છોડી પણ દે છે. તેઓ લાલચી સ્વભાવના પણ હોય છે. ક્યારેક-ક્યારેક તેઓ એવી હરકત કરી બેસે છે કે ત્યાર પછી તેમને શરમિંદા થવું પડે છે.
જે લોકોના દાંત પીળા કે હલકા લાલ રંગના હોય છે તેઓ ખુશમિજાજ સ્વભાવના હોય છે, તેઓ દરેક વખતે જીવવામાં વિશ્વાસ કરે છે. આ લોકો ઉપર વિશ્વાસ કરી શકાય છે. આ લોકો સાથે મળવાનું અને હસવાનું કે હસાવવાનું ખૂબ જ ગમે છે. પરંતુ પરિવારમાં તેમને કોઈ પૂછતું નથી હોતું.
-જે લોકોના દાંત કાળા હોય છે તેઓ ખૂબ જ ચતુરાઈથી પોતાનું કામ કઢાવી લેતા હોય છે, સાથે જ એવા લોકો ઝઘડાળુ સ્વભાવના હોય છે. ઉપરથી દેવાવમાં તેઓ ખૂબ જ સૌમ્ય લાગે છે પરંતુ અંદરથી તેઓ ખૂબ કૂટનિતિજ્ઞ હોય છે. તેઓ પોતાના સ્વાર્થ માટે કંઈપણ કરી શકે છે.