હું આ કવિતા માત્રને માત્ર તમારા માટે લખું છું
મારા દિમાગની દોડ અને દિલની ધડકનો સાથે
તમારી ભાવનાઓ અને વિચારોની વચ્ચે
તમારા માટે મારો પ્રેમ છે અે હંમેશાં સાચો જ રહેશે
તમે મારા નિર્દોષ મનની શાશ્વત ધૂપ છો
તમે તે છો જે હું ક્યારેય પાછળ છોડી શકતી નથી
જ્યારે હું તમને પ્રથમ મળી ત્યારે મને ખબર હતી કે તે એક ઈશારો છે
તમે મારી આંખોથી પણ ખૂબ સુંદર છો
તમે વિશ્વના સૌથી ભવ્ય ઝવેરાત માટે હકદાર છો
પન્ના હીરા મોતી સોનાં ચાંદી,
બીજું કંઈપણ પૈસા ખરીદી શકે છે
જ્યારે આપણે થોડા સમય પહેલા એકબીજાને મળ્યા હતાં પ્રથમ વખત અમે 'હેલો' કયુઁ હતું ત્યારે,
હું જાણતી હતી કે તમે એક થઈ જશો
મારા જીવનને પ્રેમ અને આનંદ સાથે જીવવા માટે
જયારે તમે સાથે હોય ત્યારે દરેક મુશ્કેલીઓ પાર થઈ જાય છે
મારા જીવનની દરેક મૂંઝવણ એક પળમાં ઉકેલાય છે
જે રસ્તા પર ડર લાગે છે મને ત્યા તમે ધીરજ બની સાથે રહો છો
જયારે પગમાં કાંકરા વાગે છે ત્યારે મલમ બની પાર કરાવો છો
મે શીખ્યું છે તમારામાંથી મુશ્કેલીઓમાં ધીરજ રાખતા
હું તમારા વિના અધૂરી છું, દીવો અને વાટની જેમ,
હું ગર્વથી કહું છું પ્રિય તમે મારા જીવનસાથી છો
બધા સંબંધો સમય જતાં છોડી જતાં રહેશે,
માત્ર તારો ને મારો સાથ જન્મો જન્મોનો રહેશે.