આજ લોકો લોકડાઉનમાં કામ વગર ઘેર બેસીને ઘણા જ કંટાળી ગયાછે, કોઇ પણ કામ વગર શું કરવુ ને શું ના કરવું તેજ સમજ નથી પડતી!
પરિવાર પણ કેવી રીતે ચલાવવો!
ખાસ તો બીજા રાજ્યોમાંથી આવીને ગુજરાત રાજ્યમાં વસેલા પરપ્રાંતીય લોકો જે ઘણા જ સમયથી પોતાના પરિવાર સાથે ગુજરાતમાં રહેતા હોય છે ને નાનો મોટો ધંધો કરીને પોતાના પરિવારનું ભરણપોષણ કરતા હોયછે. ભલે તેઓ પોતાના રાજ્યોમાંથી આવેલા હોય પણ ગુજરાતને પણ એક પોતાના રાજયની જેમ જ એક કર્મભુમિ રાજય સમજે છે.
હાલ તો પુરા ભારતમાં લોકડાઉન છે માટે જેવા હાલ બીજા રાજયોના છે તેવી જ પરિસ્થિતિ આજ ગુજરાતમાં પણ છે તેથી અહિ પણ કામધંધા વ્યાપાર ના હોવાને કારણે બહારના રાજ્યોમાંથી આવેલા લોકો આજ ઘણા જ હેરાન પરેશાન થઈ ગયાછે તેથી હવે આવા લોકો પોતાના બિસ્તરા પોટલા બાંધીને વતન જવાની તૈયારીઓ કરેછે જેને જે ટ્રાન્સપોર્ટ મળે તે પ્રમાણે એકલ દોકલ અથવા તો પરિવાર સાથે પોતાના વતન જવા નીકળી પડેછે.
કોઇ પગપાળા જતા હોયછે તો કોઇ સાયકલો લઇ ને નીકળી પડે છે તો કોઇ ગાડુ બળદ લઇને નીકળી પડે છે હાલ તો હવે સરકારે ટ્રેનો ને એસ ટી બસોની પણ જવા માટેની સગવડ કરી આપેલછે તેથી ઘણા લોકો હવે ટ્રેનો કે બસોમાં પણ જવા લાગ્યાછે. આવી જ રીતે
વરસોથી પોતાનુ વતન છોડીને કામ અર્થે ગુજરાત આવેલ એક પરિવારને પણ આજ પોતાની કર્મ ભુમિ અમદાવાદ છોડતાં આંખોમાંથી આંસુ નીકળવાના બંધ નથી થતા!...કારણકે આ ગુજરાત જ તેમની કર્મ ભુમિ છે આ ગુજરાતે જ તેમને થતા તેમના પરિવારનું આટલા વરસો સુધી ધ્યાન રાખ્યુ હતું તેથી તેને છોડતાં કેમ હર્ષ થાય! પ્લેટફોર્મ ઉપર આવીને ઉભેલી પોતાની ટ્રેનમાં બેસતા પહેલાં પ્લેટફોર્મ ઉપર જ પોતાનુ મસ્તક નમાવીને ગુજરાતની ધરતીને નમન કરેછે....હે મા ગુજરાત આજ આવી પડેલી એક મજબુરીથી અમે તને છોડીને અમારા વતને જઇ રહ્યા છીએ તો માફ કરજે પરંતું થોડાક મહિના પછી અમે જરુર તારા ચરણે પાછા આવીશું
કારણકે તુ જ અમારી માતા છે ને તું જ અમારી કર્મભુમિ છે જીવ્યા છે તે જ અમને તો મરશું પણ તારી આ પવિત્ર ધરતી ઉપર જ....
જય જય ગરવી ગુજરાત.