દરિયાના મોજા જેવી ચડાવ ઉતારની આ જિંદગીમાં;
લડવું તો તારે જ પડશે ને,
તોફાનોમાં ઝઝૂમતા ઝઝૂમતા આ જિંદગી રૂપી નાવ ને;
પેલે પાર તો તારે જ લગાવી પડશે ને,
ચાલતા પડતા ઠોકરો ખાતા ખાતા;
ઉઠવું તો તારે જ પડશે ને,
તને પછાડવા તો ઘણા લોકો બેઠા છે;
માથું ઉંચકીને સામનો તો તારે જ કરવો પડશે ને,
અંત માં માત્ર એટલું જ કહીશ;
આમ મુંઝાઈ ને શાનો બેઠો છે,
ઉઠ, આત્મા વિશ્વાસ સાથે તારી લડાઈ લડ.
- DB Note✍️
#માત્ર