"અંતર્મુખ એટલે ભગવાન કરે તેવા સારા કાર્યો" જે મનુષ્યના વિચારો અને આચરણો સારાં હોય તો તે મનુષ્ય આત્મા- પરમાત્માની પ્રાપ્તિ કરે છે.
असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् |
अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते
ભગવાન શ્રી કૃષ્ણે અજુઁને કહ્યું: હે કુંતી પુત્ર, તમે જે કહો છો તે સાચું છે; મનને ખરેખર નિયંત્રિત કરવા માટે ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ સતત પ્રયત્ન અને વૈરાગ્ય દ્વારા તેને નિયંત્રિત કરી શકાય છે.
असंयतात्मना योगो दुष्प्राप इति मे मति: |
वश्यात्मना तु यतता शक्योऽवाप्तुमुपायत:
જેનું મન અવિરત છે તેના માટે યોગ પ્રાપ્ત કરવું મુશ્કેલ છે. જો કે, જેમણે મનને કાબૂમાં રાખવાનું શીખ્યા છે, અને જેઓ યોગ્ય માધ્યમથી નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરે છે, તેઓ યોગમાં મનને નિયંત્રિત કરવામા પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે. આ મારો અભિપ્રાય છે.
યોગા એ આપણા મન અને શરીરનો મેળ કરે છે. જેનાથી મન સ્થિર અને શાંત થાય છે. સ્થિર મન (Resilient Mind) દ્વારા લેવામાં આવેલ નિર્ણય ચોક્કસ અને સચોટ હોય છે. અષ્ટાંગ યોગ દ્વારા આપણે અંતર્મુખ બની શકાય છે.