આ જગતના લોક દેખો , કાળ દેખો ક્રોધ દેખો, લાલચ અને લોભ દેખો, દેખાય મોટા પણ મન કેટલા ટુકા,
મન ચાહે તો આઝાદ કરી દે, મન ચાહેતો બરબાદ , સ્વાર્થ તણી સગાઈ , સ્વાર્થ ની સગાઈ, સ્વાર્થ પુરો સંબંધ પુરો , જયા દેખો ત્યા નફરત , અંધા ધુધી અને હાય હાય, જીવવા માટે આહાર જરુરી , અહી આહાર માટે જીવે લોક, મોજ શોખ માદક મદીરા ચારે કોર , ભલાને કોઈ પુછે નહી, પણ ભલાને લુટે શહું કોઈ, દયાળું ને દંભે સહું , લોફર ની પાનસેરી ભારી, માયાળું ને રડવાનું આવે ભાગે , નફટને લીલા લેર , દુખીયાની કૉઈને દયા ન આવે, ભુખ્યાને ના આપે ભોજન , દેવળે દેવળે ભગવાનને શોધે , ભગવાન તમારી ચોમેર , કયાથી દીઠે ભગવાન આખે માયા અને સ્વાર્થ કેરા ફંદ.
જીરવવાની ના તાકાત એમને વરે ધન, ટકરા રોટલી માટે ઘર ઘર ભટકે ભુખ્યા અહી લોક, કુતરાને ખવડાવે બીસ્કેટ બજારથી , આપે માણસને એઠું અન્ન,દાન કરતા ના દેખાવ કરે , મજબુર અને લાચાર ની સાથે ફોટા પાડી બને મોટાદાનવીર, લુટી લુટી ધન ભેગું કરે અને દાનવીરના મોટા દેખાવ કરે, કયાથી આવે સતયુંગ અને કયાથી રહે રાજી રામ, રામ રાવણ મનમા વશે કયા સોધો કહી ઓર , મારો મનના રાવણને રહેશે રાજી મારો રામ , દયા કરુણા ક્ષમા અમી ભરેલી દ્રષ્ટી રાખો તે છે તેને પ્રીય.લાલચ લોભ અમીમાન ત્યજો, ધોવો મનના મેલ , ઉજળા થશે મન પ્રભું વસસે રદયની કોર..
બાકી તો હાય કરતા આવે જશે એજ રીતે હરકોઈ...