ઈરાન પર સરમુખત્યાર ખૌમેનીનું શાસન ચાલતું તે સમયગાળામાં, ૧૯૮૪માં, એક અમેરિકન મહિલા બેટી મહમૂદી તેના ઈરાની પતિ અને ચાર વરસની દીકરી સાથે ઈરાન જાય છે, અને દોઝખનાં દલદલમાં ફસાઈ જાય છે તેની જગમશહૂર સત્યકથની.
બેટી તેની દીકરી સાથે માત્ર બે અઠવાડિયા માટે ઈરાન ગયા પછી ત્યાં પતિ અને તેના ઝનૂની સગાસંબંધીઓ મા-દીકરીને કેદ કરે છે અને શરુ થાય છે ભયાનક જુલ્મોની હારમાળા. નરકની આ યાતનામાંથી પોતાને અને પોતાની દીકરીને બચાવવા બેટી ભાગી છૂટે છે, તહેરાનથી તુર્કસ્તાન સુધી દાણચોરો સંગાથે, ટ્રક, બસ, ઘોડા પર કે પગપાળા, જાનને મુઠ્ઠીમાં લઈ, બર્ફીલા પહાડોમાં ૫૦૦ માઈલની જોખમી મુસાફરી કરીને તુર્કી પહોંચી અને છેવટે સ્વદેશ પરત ફરે છે. દિલ દહેલવનારી આ સત્યકથા પરથી ફિલ્મ પણ બની હતી જેમાં અભિનય માટે બ્રિટિશ અભિનેત્રી સેલી ફિલ્ડને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.