એક ગામ હતું. એ ગામ માં બે દોસ્ત રહેતા હતા. એ બંને બહુ ગાઠ દોસ્ત હતા એમાં એકનું ના મૌલિક અને બીજા નું નામ પ્રકાશ હતું. એક દિવસ બંને મિત્ર વાતો કરતા હતા ત્યારે પ્રકાશે કહ્યું કે મૌલિક શું કોઈ માણસ એકાંત મા રહી શકે. જ્યાં કોઈ હોય નહિ, એને ક્યાંય બહાર જવા મળે નહિ, એક જ રૂમ માં એકલો શું આમ કોઈ રહી શકે. હા કેમ નહિ મૌલિક બોલ્યો. તો શું તું રહી શકે. પ્રકાશ બોલ્યો. હા ચોકસ આમ બંને વચ્ચે વાતચીત વધતા શરત નક્કી થઈ અને ક્યાં રહેવું અને કેવી રીતે રહેવું તે પણ નક્કી થયું.
એક દિવસ બંને ભેગા થયા અને ગામ ની બાજુ મા એક ખંડેર હતું ત્યાં એક અંધારી રૂમ માં રહેવા નું નક્કી કર્યું. અને શરત પણ થઈ કે જે હારી જાય એને એની જમીન ના દસ્તાવેજ જીતનાર ને આપવા.
આમ નક્કી કરેલા દિવસે ગામ ના લોકો સાથે પ્રકાશ મૌલિક ને એ ખડેર વાળી રૂમ માં મુકવા જાય છે અને શરત પ્રમાણે જમવા નું અને પાણી ની સુવિધા પણ કરી આપે છે એક વ્યકિત દરરોજ જમવા નુ આપવા આવશે.
મૌલિક નો આજે અંધારી કોટડી માં પહેલો દિવસ છે એકાંત મા ક્યારે રહ્યો નથી પણ આજે એકલો છે. બપોર નો સમય થયો ત્યારે એક માણસ જમવા નુ આપવા આવે છે. બપોર નું જમવા નું પતાવી ને મૌલિક બેઠો હોય છે ત્યારે તેની નજર એક છાપા ના ટુકડા પર પડે છે એણે ટુકડાને વાચે છે.
આમ એ ટુકડા ને વાચવા થી મૌલિક નો સમય પણ સારી રીતે પસાર થયો અને મજા પણ આવી સાંજ નું ભોજન આપવા આવેલ વ્યક્તિ ને મૌલિક કહે છે કે ભાઈ તું મારી એક મદદ કર મને જમવા નું આપવા આવે ત્યારે એક પુસ્તક લેતો આવજે. આમ પેલો માણસ જમવા નું આપવા આવે ત્યારે દરરોજ એક પુસ્તક લેતો આવે છે અને મૌલિક એ પુસ્તકો વાચે છે.
આજ મૌલિક ની શરત નો છેલ્લો દિવસ છે આટલા દિવસ કેવી રીતે પસાર થઈ ગયા ખબર રહી નહિ. અને શરત પ્રમાણે પ્રકાશ પણ ગામ લોકો ની સાથે તેની જમીન ના દસ્તાવેજ લઈ ને આવે છે. અંધારી કોટડી માંથી મૌલિક બહાર આવે છે અને ગામ લોકો ને પ્રણામ કરે છે એના મિત્ર ને મળે છે. ત્યારે તેનો મિત્ર પ્રકાશ કહે છે કે દોસ્ત આજે તું શરત જીત્યો છે અને આ આપણી શરત પ્રમાણે મારી જમીન ના દસ્તાવેજ આના પર તારો અધિકાર છે આં દસ્તાવેજ નો તું સ્વીકાર કર.
પરંતુ અહી કઈક અલગ થાય છે મૌલિક દસ્તાવેજ લેવા ની ના પાડે છે અને કહે કે મિત્ર મારે હવે આં દસ્તાવેજ ની જરૂર નથી. પણ આ શબ્દ સંભાળી અને ગામ લોકો કહે છે કે મૌલિક તું શરત જીત્યો છે હવે આં દસ્તાવેજ તારા છે લઈ લે. મૌલિક કહે છે, મિત્ર આટલા દિવસ માં હું એકલો હતો તેથી વાચન કર્યું અને એનાથી મને બહુ મોટો ફાયદો થયો છે.
મિત્રો, આં વાર્તા પરથી આપણે શીખવા મળે છે કે એકલા હોઈએ ત્યારે વાચન કરો. અત્યારે આં વિશ્વ મહામારી કોરોના થી આપણે ચિંતિત છીએ ત્યારે લોકડાઉન ના સમય માં ઘરે રહી ને વાચન કરો તમને જીવન માં બહુ કામ લાગશે.
"વાચન સૌથી સર્વ શ્રેષ્ઠ છે."
"ઘરે રહો સુરક્ષિત રહો"
લી.
SHAILESH BHATA