વિના વિલંબે વિખરાઈ જતાં,
ઝાકળ નું અસ્તિત્વ મારું છે;
ભ્રમર છોને, ગુંજારવ કરતો,
સંધ્યાનું સૌંદર્ય,સદા મારું છે;
વિસ્તરી રહ્યું છે, તેજોમયએ,
સુર્યની પ્રભા માં ઘર મારું છે;
દૈવ નિયતિ,સદૈવ કર્મ આધિન,
ક્રિયમાણ કર્મ , સદા મારું છે;
વિલસતુ મૃદુતા ભર્યું, હાસ્ય જે
ફુલોનુ નિખરતુ, સૌંદર્ય મારું છે;