#દિલ
ગુલ એ દિલ ,ગજબ દિલ રૂહાની,
હુશ્નની વાત છે,ક્યાંક ગોરા ગાલની;
મહેસુસ છે દિલ , સાદગી શબનમી,
નૂરાની નજર છે , ક્યાંક જમાલ ની ;
નજરો નજર ,ડુબકી લાગી છે જ્યાં,
અંત: કરણે રમત છે,ક્યાંક ધમાલની ;
બેધારી તલવાર છે, રૂહાની મ્યાન માં,
સાચો પ્રેમ છે, ક્યાંક હકીકી વ્હાલની ;
બેહદ ચાલમાં ,હદ ને વટાવી જવાની,
જ્યોતિ પ્રગટ છે ક્યાંક દિલે હાલ ની ;
દર્દ એ ગમ હોય કે ,હોય પીડા ઝખ્મોની,
આનંદમય છે , ક્યાંક દુનિયા કમાલની ;