Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પરણિત મહિલાઓએ ભૂલથી પણ ક્યારેય આ વસ્તુઓ કોઈને આપવી ન જોઈએ

married women should not shared these things with any other
આપણે ત્યાં જ્યારે પણ કોઈ પ્રસંગ હોય મોટા ભાગે મહિલાઓ એક બીજાને પોતાની વસ્તુઓ પહેરવા આપી દેતી હોય છે. કોઈ સહેલી કે સગાની સ્ત્રીઓને બીંદી, સેટ, બંગડી જેવી સૌભાગ્યની વસ્તુઓ આપી દેતી હોય છે. આવી વસ્તુઓ કોઈની સાથે શેર કરો મતલબ છે કે પતિ-પત્નીના સંબંધો ખરાબ કરવા.

માંગનું સિંદૂર

સુહાગની નિશાની સમાન સિંદૂરને કોઈની સાથે વેચવો જોઈએ નહી. એટલેકે તમે જે ડબ્બીમાંથી સિંદૂર લગાવો છો તે કોઈને આપવી જોઈએ નહી. માન્યતા એ પણ છે કે મહિલાઓએ કોઈની સામે ક્યારેય સિંદૂર લગાવવો જોઈએ નહી.

આંખોનું કાજલ

મહિલાઓએ પોતાનું કાજલ કોઈ સાથે વેંચવુ જોઈએ નહી. ભલે તે કોઈ પણ કેમ ન હોય, માનવામાં આવે છે કે આવુ કરવાથી પતિનો પ્રેમ ઓછો થઈ જાય છે. બંને વચ્ચે ઝઘડાઓ શરૂ થઈ જાય છે.

માથીની બિંદી

દરેક સુહાગન સ્ત્રી એટલેકે સૌભાગ્યવાન સ્ત્રીએ પોતાની માથાની બીંદી કોઈ સાથે શેર કરવી જોઈએ નહી. મહિલાઓના કપાળ પર શોભતી બીંદી સૌભાગ્યનું પ્રતિક છે. માથા પરથી બીંદી ઉતારી કોઈને આપવી નહી જો આપવી જ હોય તો નવી બીંદી આપવી.

હાથની મહેંદી

સૌભાગ્યશાળી સ્ત્રીના હાથમાં મહેંદી તેના પ્યારની નિશાની છે. માનવામાં આવે છે કે મહેંદી જેટલી વધારે રંગ લાવે તેટલો જ તેના પતિનો પ્રેમ વધે છે. એટલે ક્યારેય કોઈ સાથે મહેંદી વહેચવી નહી. તમારી વધેલી મહેંદી કોઈ બીજાના હાથ પર ક્યારેય ન લગાવો.

હાથની ચુડી અને પગની પાયલ

પાયલ એ લક્ષ્મીનું પ્રતિક છે જ્યારે બંગડીની ખનકથી સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. આથી કોઈને પણ આ વસ્તુઓ આપવી જોઈએ નહી.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111429459
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now