શબ્દ ના આધાર થી, આ ખેલ ખેલ્યો,
વૈખરી ના વાર થી, આ ખેલ ખેલ્યો.
કાફિયા ને રદીફની આ જોડ જમાવી ,
તાલ લય ની ધાર થી, આ ખેલ ખેલ્યો.
છંદ ના ઝંકારે જે , ઝંકૃત થાતો,
સૂર ના સહકાર થી , આ ખેલ ખેલ્યો.
શેરિયત ની સૂરતી ને , પામવા ને,
જ્ઞાન ગંગા સાર થી, આ ખેલ ખેલ્યો.
પામવા 'આનંદ' રસ , રાજા સમો જે,
પ્રેમ રસ ની ધાર થી, આ ખેલ ખેલ્યો.