હે માનવી આમની પણ વાત સાંભળ
તારી આ દુષ્ટતા ને ખતમ કર
એમને ના પોતાની આંખથી નજરઅંદાજ કર
એમનાં ગર્ભને ચીરીને તારું પાલન પોષણ કયુઁ
જીવનના દરેક ક્ષણમાં તને સહારો આપ્યો છે
પણ તું સ્વાર્થી માનવી
એમનાં ઉપકાર ને નો સમજી શક્યો
નફરત, સ્વાર્થ, ઈર્ષ્યા, દુષ્ટતામાં નો નીકળી શકયો
માનવી તારી આ દુષ્ટતા ને લીધે
કેટકેટલીય આફતોને આમંત્રિત કરી
ખબર નથી કેટલા ઘા
એમનાં શરીર પર કયૉ છે
પર્વતો તોડયા, પહાડ તોડયા
નદી અને ઝરણાંઓ બંધ કયૉ
ઝાડ કાપ્યા, ફૂલો તોડી નાખ્યા
આ જ રીતે બરબાદ કયુઁ
એમનાં સુંદર સ્વરૂપ ને
તો હે માનવ હવે તું
ધરતીનો અવાજ સાંભળ
તું આનો તિરસ્કાર ના કર
આ ધરતી મા ને તું પ્રણામ કર્યા
આ મા ને તું સલામ કર
હે માનવી આમની પણ વાત સાંભળ
તારી આ દુષ્ટતા ને ખતમ કર
#દુષ્ટતા