તૃષ્ણા ત્યાગી, દોડી જોને,
બારી ઓ મન , તોડી જોને;
સઘળું પામ્યો,જગ ઐશ્વર્યને,
સંકલ્પ વિકલ્પને,જોડી જોને;
ઉપસેલા છે, માનસ પટ પર,
ચિત્ર અંદર ના, ફોડી જોને;
નામ મળ્યું શાહી, બેનામી ને,
જગ નો ઠાઠ એ ,છોડી જોને;
અવતરે ,આનંદ એ પ્રેમ સ્વરૂપે
ચૈતન્ય માં ચિત્ત, બોળી જોને;