"વધતાં રહીએ"
ચાલ ને ઉગી નીકળીએ,
બંધનો તોડીને વધીએ !
ક્યારેક પડીએ ને આખડિયે,
ઊભા થઇ પાછા વળગીએ!
ખોટી રૂઢિઓ ને બહાર ફગવિયે,
પરિવર્તન ને નિત્ય અપનાવીએ !
દુઃખ દર્દ સામે લડતા શીખીએ,
ચાલને સદૈવ હસતા રહીએ !
ડર ને ઠોકર મારી ઉડાવીએ,
મનને બહાદુરી બિરદાવીએ!
સપનાં તરફ ડગલાં માંડી
રોજ એક કદમ વધતા રહીએ !
- minii દવે
#વધવું