ઉછળેય ખરું, ભાવની ભરતી બનીને,
મોજું છે મનોમંથનનું , મન સંસાર ખરે;
દોસ્તીમાં દિલ્લગી હોય છે સ્વભાવિક,
નાની નાની વાતો માં , ના ખિજાવુ ખરે!
જીંદગી છે થોડીક, ક્ષણોનો સરવાળો ,
દુઃખો ની બાદબાકી ,સુખો ગુણવા ખરે !
ભાવભીનું સ્વાગત અહીં, મૃત્યુ લોકમાં,
કર્મલોકમાં કર્મ નિષ્કામ ભાવે કરવા,ખરે;
આનંદ મંગલ સ્વરૂપ છે, આત્માનું જ્ઞાન,
સર્વત્ર આનંદ અનુભૂતિમાં,જ રાચવું ખરે;