વિચારો
વિચારો વિશે વિચાર કર્યો કદી,
કેવા હંમેશા રહેતા પાવરફુલ.
પળમા કયાય ના કયાય પહોચે,
અને સેર કરાવે આખી સૃષ્ટિની.
હવાથી પણ ઝડપી ગતી તેની,
તોય તેને નથી જોઈતુ ઇંધણ.
દરેક પળ બસ કંઇને કંઇ વિષય,
સદા એનુ કામ તો ચાલુ જ રહેતુ.
પણ એક વાત ખરી તેના વિશે,
કે જલ્દી તેના પર કાબુ ન મળે.
એકવાર શરુ થયા પછી તેને,
પાછા વાળવા ખુબ પડે અઘરા.
એકવાર કરી જોજો વિચાર,
આ વિચારોની દુનિયા વિશે._Rashmi