નિહાળવી છે તને,
પણ નીકળી તું કલ્પના...
પીવી છે તને,
પણ નીકળી તું મૃગજળ...
સ્પર્શવી છે તને,
પણ નીકળી તું સ્વપ્ન...
સાંભળવી છે તને,
પણ નીકળી તું સંવેદના...
મહેક માણવી તારી,
પણ નીકળી તુ માત્ર માયા...
ભરવી તને બાંહોમાં,
પણ નીકળી તું માત્ર તરંગ...
અરે...!
જીવવી છે તને,
પણ નીકળી તું પરિકથા...!
લી:- રુદ્ર રાજ સિંહ