*** અમીરાઈ તણો તું ઘંમઙ ના કર ***
તારા 'મતલબ' ને તું માન આપી,
કડવાશ વહેંચી સંબંધો માં,
અમીરાઈ તણો તું ઘંમઙ ના કર...
ભુખ્યા તરસ્યા ને ઠોકરે ચડાવી,
લાખો દાન દઇ તું મંદિરોમાં,
અમીરાઈ તણો તું ઘંમઙ ના કર...
જન્મ દેનારી તુજની જનની ને,
ઈજ્જત કાજે આશ્રમે મૂકી,
અમીરાઈ તણો તું ઘંમઙ ના કર...
ડગલે ને પગલે ઘણી કમાણી કરી,
લાગણી 'શૂન્ય' બંગલાઓ બાંધી,
અમીરાઈ તણો તું ઘંમઙ ના કર...
'મૃત્યુ' તો ચોક્કસ આવશે જ,
નયન તું બે ભીના ના કરી શકે તો,
અમીરાઈ તણો તું ઘંમઙ ના કર...
*** ચેતન ***