દિલ પુછે છે મને , શું શું #વીસરવું છે તારે ?
વીસરવી છે એની મધુર યાદો ,
જે છે તારે જીવવા નો સહારો
વીસરવી છે સાથ વિતાવેલી પળ ,
જેથી ચાલે છે તારા હ્દય ની ધડકન
વીસરવી છે એ મુસ્કાન ,
જેના થી છે આ તન માં જાન
વીસરવી છે એની મીઠી વાતો ,
જેનાથી વીતે છે તારા દિવસ ને રાતો
દિલ પુછે છે મને, શું શું #વીસરવું છે તારે ?
વીસરાઇ ગયું બધું તો, પછી જીવીશ કોને સહારે ?
વિ. મો. સોલંકી "વિએમ"
#વીસરવું