શુ આ એ જ વ્યક્તિ છે , જેને
વાલમ, પ્રીતમ , પતિ કહેવાય છે.
જીવનની શરૂઆતમાં પત્નીને
મીઠા વચનો ખૂબ કહેવાય છે.
થોડો સમય ગુજરી જતા એ સઘળું વિસરાય છે.
શુ આ એ જ વ્યક્તિ છે, જેને
વાલમ, પ્રીતમ, પતિ કહેવાય છે.
વચન સપ્તપદીના અગ્નિની સાક્ષીએ પત્નીને અપાય છે,
સાચા અર્થમાં એ કોઈથી ક્યાં
નિભાવાય છે.
દૈહિકપ્રેમની ચાહતમાં પ્રેમ બહુ કરાય છે.
શુ આ એ જ વ્યક્તિ છે, જેને
વાલમ, પ્રીતમ , પતિ કહેવાય છે.
નારીનું જીવન સેવા , સમર્પણમાં હોમાય છે,
અરમાનો, લાગણીઓ એની કોલામાં પીસાય છે.
સાથ નિભાવીશ ભવોભવનો
એવા વચન તો અપાય છે.
પણ એકલા ,અટૂલા મૂકી
તમથી એમ કેમ જવાય છે?
શુ આ એ જ વ્યક્તિ છે, જેને
વાલમ, પ્રીતમ, પતિ કહેવાય છે.
ઘરમાં છે સીતા સમ સુશીલ પત્ની,
તો બહાર કેમ રાધા શોધાય છે?
વદે "ઝંખના" એના મુખે મારુ
મનડું બહુ જ મૂંઝાય છે,
અલૌકિક, અદમ્ય એ જીવન
હવે ક્યાં જીવાય છે .
શુ આ એ જ વ્યક્તિ છે, જેને
વાલમ, પ્રીતમ, પતિ કહેવાય છે.
✒ઝંખના....