#મહાદેવને #મહેસુસ
મહાદેવ ના નામનું જે અલખ જાગે છે
પછી દુઃખ દર્દ અને તકલીફ દૂર ભાગે છે
કોઈ કે'તા હોય કે ભગવાન ક્યાંય નથી
કદાચ પોતાના અંતરમાં સ્પષ્ટ દેખાયું નથી
હું ક્યાં કહું છું માનો તમે મહાદેવ ને લેશ
હા બસ અંતર મનમાં જરૂર ઝાંકજે હંમેશ
કદાચ કોઈ વસ્યું છે અતિપ્રિય ત્યાં જોને
લીલા કોની ? એ ઈશ્વર ની જ દેન છે ને !
સમરી જુઓ પુરા મનથી એકવાર હરિ ને
જો આવે ના સંગાથ તારી તો કહેજે મને
એ છે જગત માં અત્ર તત્ર સર્વત્ર વ્યાપીત
ના રાખ શંકા કુશંકા ને ઘોર નિરાશા શાપિત
એના નામ માત્રથી તો મહેકી ઉઠે મધુવન
તું લઈને જો ઍકવાર એનું નામ મન પાવન
શિવ કરશે સંહાર શત્રુરૂપી મનની વિશુધ્ધિ
જોને થાશે સંસ્કૃતિ રૂપી અખંડ રિધ્ધિ સિદ્ધિ
"ભાવુ" જોઇને મુખાકૃતિ આનંદિત ઇશ્વરતણી
મન થશે શુદ્ધ અને આત્મા જશે અધ્યાત્મ ભણી
ભાવના જાદવ(ભાવુ)