#અનુભવવું
અનુભવવું હતું ઘણું જ્યારે હું બાળકી સમી ઉછળતો કૂદતો દરિયો હતી....
અનુભવવું હતું ઘણું જ્યારે હું યૌવના ની દહેલીઝ પર ઉભી હતી....
અનુભવવું હતું ઘણું જ્યારે હું પ્રિયતમા બનવા જઈ રહી હતી....
અનુભવવું હતું ઘણું જ્યારે હું "માં" બનીને
પરિપૂર્ણ થવા જઈ રહી હતી....
આજે દરેક ઉત્કૃષ્ટ પળો નો અનુભવ કરીને જિંદગી ને સાર્થક બનતી જોવાનો લ્હાવો
અનુભવવા ડગ માંડી રહી છું...