(બાળપણ ની યાદો)
યાદ આવવા લાગે છે મને એ દિવસ અને રાતો,
જ્યારે કોઈ યાદ કરાવે છે મને બાળપણ ની વાતો,
ગામ ની ગલીઓ અને તેમાં રમેલી રમતો ની યાદો
લખોટી ભમરડા જીતતો ને હરખ નાં મારો સમાતો,
ક્રિકેટ નાં મેદાન જોડે તો જાણે ભવ ભવ નો નાતો
પતંગ નો ભારે શોખ, સ્વપ્ન માં પણ ધાબે જ જાતો,
ત્યારે નહોતા બહુ પૈસા પણ ઊંચી હતી બધી વાતો
આજે છે પૈસા પણ પહેલા જેવો ઉમંગ નથી થાતો,
આજે કદાચ દરેક વ્યક્તિ આવી હાલત માં છે કચવાતો
ઝુંપડી છોડી ને બંગલા માં જાગે છે આખી આખી રાતો !
✒️ ... આશુ