કોણ કોને ઓળખે છે, આ જગતમાં,
ખૂદને ક્યાં ઓળખે છે, આ જગતમાં;
મતિ જ જુદી મન છે જુદા જુદા અહીં,
સ્વાર્થ થી ઓળખે. છે, એ સંગત માં;
ભાવ ભૂલ્યો માનવી, લાગણી ને ખોઈ,
રંગ રાગી છે , ખુશી માને છે, રંગત માં;
વીતે છે જો, સમયની ધારામાં બધુ યારો,
બેઠકો છે , માયિક પદાર્થ ની, પંગત માં;
ખોઈ જાતને, પામવાની , ચાહ " આનંદ",
શ્વાસ લીધો ભીતરી છે, એ અનંત માં;