#આનંદ
વહન થતું ભાવનાનું, બની જતું કવન
ખીલી જતા છંદાત્મક ફુલો નું ઉપવન;
ઝાકળ ભીનાં વાચકો ના સહવાસ માં,
મ્હોરી જતાં હ્દયમાં, મહેંક નું ઉપવન;
દર્દ ઝખમોની પરવાહ,ક્યાંક મલમપટ્ટી,
કણસતા રહેતું અશ્રુઓ , ભીનું ઉપવન;
જાગૃતિ સ્વપ્નશીલતા , ને કલ્પના દ્વારે,
દ્વૈત ની અટારિયે ખીલ્યું ,અદ્વૈત ઉપવન;
રાગી છે અનુરાગમાં, કોઈ વિરાગી આપ,
વિતરાગ વિતરણ , આનંદ સ્વરૂપ ઉપવન;