#આનંદ
ચાલો રિસાઈ ગયેલા ને, મનાવી લઈએ,
મનથી તાલમેલ સધાવી , મનાવી લઈએ;
રૂખસત ના કારણનું નામ દિલ્લગી આપી,
મનામણાં દિલથી જરા. , મનાવી લઈએ;
હોય છે તસલ્લી, ઈન્તેજાર ના આલમમાં,
વિરહી અશ્રુઓ વધાવી, મનાવી લઈએ;
હદમાં રહીને , હોશિયારી, કામ ના આવે,
બેહદ ચિલે દિલ ચાલીને ,મનાવી લઈએ;
આનંદ માં રહો તમામ, એવી અભ્યર્થના,
હાલ માં મસ્ત મસ્તાની, મનાવી લઈએ;