ઘડિયાળ માં ફુલો નહીં, કાંટા હોય છે,
સમય સમય ની વાતે, વાગ્યા હોય છે;
ઉતાવળ કેમ ના હોય , પ્રસંગો સાંપડે,
મળવા હેતથી દિલદાર ,ભાગ્યા હોય છે;
રૂપનો ઠઠારો કરશે, વસંત વિત્યા પછી,
જોવા લાયક ચહેરાઓ, લાગ્યા હોય છે;
વીતી જશે વ્હાણુ, સમજી લો શાન માં,
સ્મશાને પહોંચતા પહેલા જાગ્યા હોય છે;
આનંદ સ્વરૂપ અદ્વૈત, અનંત અનુરાગ માં,
દ્વેત માં યુગલ સ્વરૂપ,દિલ માંડ્યા હોય છે;