કેવળ સત્ય એક તું જ છે ને!
બે ની ભાંજગડ ,તું જ છે ને!
સમજણ ક્યાં છે , નાદાન ને,
દિલનો આરામ, તું જ છે ને!
વિગતવાર , વિખરાઈ ગયો તું,
શબ્દ સ્પર્શ ને રૂપ. તું જ છે ને!
રસપ્રદ છે રસનાં નુ આસ્વાદન,
દ્રષ્ટિ માં દ્રશ્ય રૂપ, તું જ છે ને!
અસ્તિત્વ શૂન્ય માં , સહવાસ,
આનંદ માં તદ્રૂપતા,,તું જ છે ને!
====================