આંખ મીંચીને , બધું સમજી જઇએ, ચાલો,
દિલ માં ધડકતું ,બધું સમજી જઇએ, ચાલો;
વાત આખી વતેસર ની , કરી લઇને, પાછી,
સાર માં ટપકતું, બધું સમજી જઇએ, ચાલો;
છો લુટાઈ જતું સામ્રાજ્ય , જગત નું આખું,
મનમાં ખટકતું બધું સમજી જઇએ, ચાલો;
મારું હોવું છે, અહેસાસ, ફુલમાં ખૂશ્બુ નો,
મીઠુ એ લપકતુ ,બધું સમજી જઇએ, ચાલો;
ખોઇ ને પામવું રહસ્ય,જરૂરી છે, જિંદગી માં,
કશુંક એ અટકતુ ,બધું સમજી જઇએ, ચાલો;