જરા તો નજર ઊંચી, કરી ને જૂઓ ને,
ભીતર માં ડૂબી ને, ખૂદને ખોળી જૂઓ ને;
વહેતા રહ્યા છે, ફક્ત વાયરા જેવું જીવન,
મહેકતા ફુલો સમા , દિલ ખોલી જૂઓ ને;
મેલી અહંકાર જરાક, કોરાણે મનથી જરા,
નમ્રતા ને વિવેકપૂર્ણ, મનને તોલી જૂઓ ને;
સામેલ છો મહેફિલ માં, પરવાના ની ચાહત,
શમ્માની જ્યોતિમાં ,જાત ઝબકોળી જૂઓને;
આનંદ મંગલ સ્વરૂપની, ચાહત હોય હદયમાં,
અનાસક્તિમાં નિષ્કામ, ભાવે મોલી જૂઓને;