દિલ એ યાર, હુશ્ન નો દરિયો તુ છે,
હર ફુલમાં સુગંધ ને મનમોહક તું છે.
દિલ માં ધડકનો માં, ધબકતું ચૈતન્ય ,
નસ નાડી માં વહેતો, પ્રવાહ તું છે.
મંદ મંદ વહેતા વાયુમાં, જીવન ચેતના,
પ્રાણશક્તિ જીવનનો, આધાર તું છે.
સંકલ્પ વિકલ્પ મન ની, વિચાર શક્તિ,
નિર્ણય શક્તિ બુદ્ધિ નું, કૌશલ્ય તું છે.
હું તું રૂપે સ્રવતુ સર્વનામ, સર્વત્ર સદૈવ,
અનંત આનંદ હ્દયમાં, પ્રેમસ્વરૂપ તું છે.