સરર સરકી જતા , સ્વપ્ન માફક અમે,
તરલ પ્રવાહી ,સ્વભાવ માં માફક અમે;
રોકી ના લઈશ કલકલ,. વહેતા ઝરણાં,
પર્વત ના આંસુઓ, પચાવા માફક અમે;
દસ્તક દઈ જગાડ ના, સ્મૃતિ ભીતર ની,
આંગળીઓ છેડે ,સંવેદનામાં માફક અમે,
રૂકાવટ નથી એ ,વિરહમાં, દડદડ વહેતી,
ભાવના માં ભળતી, લાગણી માફક અમે,
અદભુત છે અનિર્વચનીય ,આનંદ સ્વરૂપે,
થોડી મસ્તી મજાકને,દિલ્લગી માફક અમે