રાગ વિરાગ વિતરાગ , જીવન છે,
મનના માંડવે , ઈચ્છાઓ તોરણ છે;
ગજબ છે માયિક,વળગણ જીવને,
તૃષ્ણાઓનું સદાય, બણબણ છે;
બોજ પુસ્તકોનો લાદયો ,બચપણને,
વ્યવસાય માટે , ફક્ત ભણભણ છે;
છુટી ગયા ઘોડા , મારે તાળું તબેલાને,
સત્તા આગળ ,શાણપણ નું મરણ છે;
વેવલાવેડા માં વિસ્તારમાં પામ્યું જગત,
ભાવ ને આનંદનું ,સુકાઈ ગયું ઝરણ છે;