મોજ મસ્તી મારી, રુહાની હતી,
કોઈ કમાલ વાત એ, નૂરાની હતી;
દ્રશ્ય અદ્રશ્ય સઘળું, ભાસતું દિવ્ય,
દિવ્યતા માં તદ્રૂપ દિલરુબાની હતી;
ઉડાન ભરી આસમાને,પહોંચી ગયા,
સિતારા ની મહેફીલ, બાની હતી;
જૂગનૂ છે બસ એટલું , જાણી લ્યોને,
ચકમક દેખાય છે એ, પોતાની હતી;
આનંદ એટલે , ચૂપચાપ છે મોજમાં,
દરેક દિલમાં ખરેખર, ઉજાણી હતી;