આંખો બંધ કરુ તો
એક #આકૃત્તિ સામે આવે છે
શું કરુ?
કોઈ આજ પણ મન ને બહુ ભાવે છે
દિલ ઘાયલ થાય છે
જ્યારે પલક ઉઠાવી ને એ ઝુકાવે છે
એના ગુલાબી હોઠ
જ્યારે મધુર સ્મિત વહાવે છે
શું કરું?
કોઈ આજ પણ મન ને બહુ ભાવે છે
હવા પણ મહેંકે છે
જ્યારે વાળ ની લટ ને એ સહેલાવે છે
એની મટકાતી ચાલ
આજ પણ દિલ ની ધડકન ભુલાવે છે
શું કરું?
કોઈ આજ પણ મન ને બહુ ભાવે છે
આજ પણ યાદ આવતાં
મારી આંખો નમ થઇ નીર વહાવે છે
આંખો બંધ કરુ તો
એક #આકૃત્તિ સામે આવે છે
શું કરુ?
કોઈ આજ પણ મન ને બહુ ભાવે છે
#આકૃત્તિ