મટી જવાની ,ખ્વાહિશ દિલ માં,
હોય છે ખરેખર, તરી જવા માટે,
ખેલ છે અટપટો ,આ દર્દ એ ગમ,
ઝખ્મો ' ને મરહમી , કરવા માટે;
તપન બહું જ છે, દરિયા ના દિલે,
વડવાનલ ઉકળ્યો ,વરસવા માટે;
પ્રેમ ગલી સાંકેતિક શબ્દ સાંકડીને,
છતાં પ્રયાસ બેઉનો, સમાવા માટે;
દુઃખ દર્દ ભરેલી આ જિંદગી દુનિયા,
હોય છે આનંદ માં, જીવવા ને માટે;