બદલાતો નથી કદીય રસ્તો, માનવું પડે
ઘર થી કબર સુધી અંતર, માનવું પડે;
સાચવ્યા સંબંધો સ્વાર્થ માં,મોહ નિદ્રામાં,
વિવેક વિના કાપ્યું અંતર, માનવું પડે;
તૃષ્ણા ત્યાગી ને વિતરાગ ની પોકળ વાત,
બાંધ્યો મોહમાયા મંત્ર માં, માનવું પડે;
પંચાયત ઈન્દ્રિયો ની,. મનની નિગાહ માં,
જીવ શિવ વચ્ચે અહં અંતર ,માનવું પડે;
ગુમરાહ થઇ ખુદ,શોધી રહ્યા છે પ્રકૃતિમા,
પુરૂષ ને પ્રકૃતિ વચ્ચે અંતર,. માનવું પડે;
આનંદ સહજતા માં, વિશ્રામ કરી ઈન્દ્રિયો,
મનોરથ ને મનોલય નું અંતર , માનવું પડે;