જોયું છે કૃતુહલ તારી નજરોમાં, એ તારી આશાઓ જીજ્ઞાસાઓ, ઘણી બધી આશાઓ રાખી રહી છે, પણ ખબર છે તને જે શક્ય નથી,
બંધાયા આપણે પ્રેમનાં બંધને, પણ એ કાચા સુતરની દોર કયા શુધી રહેશે સળંગ, જયારે તારા અને મારા રશ્તા છે અલંગ, મજબુરીની એ અદ્રશ્ય દીવાર નહી આવવાદે તને મારી સાથે કે મને તારી સાથે, કાલે શું થશે એ ડરમાં રોજ ડરી ડરીને જીવવાનું મળ્યું છે નસીબમાં, દેખે છે જયારે જયારે તું એ જીજ્ઞાસા વૃતિ ભરી કુતૃહલ નજરે, નથી મેળવી શક્તો નજર તારાથી, એ અનહદ અનેરો અને નિર્દોષ પ્રેમ તારી આખોમાં જોઉં છું તું પ્રેમની દેવી અને હું લાચાર બની નજર જુકાવી દઉ છું..કારણકે તારી ઉદાસ આખોમા સપના ભરી શકવાનું ગજું મારી પાસે નથી, આપી શકું છું ખુશી અને અનહદ પ્રેમ પણ છે તે ક્ષણીક. બસ એકજ ચીંતા કાલે શું થશે, તું અને હું જુદા થઈ કેમ રે જીવાશે...જયારે તુ તો આશ લગાવી બેઠી છે.હું કંઈક રશ્તો નીકાળી દઈશ..
Raajhemant
#જિજ્ઞાસુ