કોણ કોને ઓળખે છે , આ જગતમાં,
ખૂદને ક્યાં ઓળખે છે, આ જગતમાં,
મતિ જ જુદી,મન છે જુદા જુદા અહીં,
સ્વાર્થ થી ઓળખે છે એ, સંગતમાં,
ભાવ ભૂલ્યો, માનવી લાગણી ને ખોઈ,
રંગરાગી છે , ખુશી માને છે. રંગત માં,
વીતે છે જો, સમયની ધારા, બધું યારો,
બેઠકો છે માયિક પદાર્થ ની. , પંગતમાં;
ખોઈ જાતને , પામવાની , ચાહ આનંદ ,
શ્વાસ લીધો , ભીતરી છે એ અનંત માં;