વાર્તા નુ પૂનરાવર્તન
એક ભુખી લાચાર બહેન તેના બે બાળકો ભુખ્યા હોઈ ખાવા માટે ઘરે ઘરે ભીખ માંગી રહી હતી, પણ લાચાર આ માને કોઈએ દયા ખાઈ ખાવાનું કાઈ ન આપ્યું, ત્યારે તેણે એક જગ્યાએથી રોટલી ની ચોરી કરી, એને જોઈ જતા લોકો ચોર ચોરની બુમ પાડી પાછળ ભાગ્યા, અને લોકોએ ટોળે વળી તેને ઘેરી વળ્યા અને મારો મારો ની બુમો પાડવા લાગ્યા, પેલી બેન કરગરવા લાગી પણ કોઈ તેને બક્ષવા તૈયાર ન હતું, એવામાં ત્યાથી નીકળતા એક સંત આ જોઈ ત્યા પહોંચ્યા અને કહ્યું..ભુલ કરી છે આ બેને એને સજા જરુર મળવી જોઈએ, પણ પહેલો પથ્થર એ મારે જેમણે ભુતકાળમાં કોઈજ ભુલ ના કરી હોય ,આ સાંભળી બધાં નીચે દેખી પાછાં ખશી ગયાં, અને બેનને જવા દીધી..
સાર તો એજ હતો કે આ જગતમાં કોઈ ના કોઈએ કોઈ ભુલેચુકે પાપ તો કર્યું જ છે...કોઈ રાજા હરિશચંદ્ર નથી.
પરંતું આજના જમાનામાં બધા પોતાના પાપ છુપાવે છે અને બીજાને માફ કરવા તૈયાર નથી,
ભુખી લાચાર ની નાની સરખી ગલતી જે પરીસ્થિતિ એ સરજેલ તેને લોકો માફ કરવા તૈયાર નથી અને બધાએ વાંધો લીધો,કારણકે તેની ભીડલેવા કોઈ તૈયાર નથી અને એ લાચાર છે,જોકે એનો ગુનો ગુનો નહી પણ દયા લાવવા લાયક ગરીબ પરીસ્થિતિ છે તેની લાચારી છે, જયારે કોઈ વગવાળા કે માથા ભારે માણસ ગમે તેવી મોટી ગલતી કરે તો તેની સામે પડવા કોઈ તૈયાર નથી ,કારણ કે ત્યા પંગો ભારે પડે,
સત્ય ને ન્યાયના સિધ્ધાંત સાથે કોઈ સરખાવતું નથી..પાપ પાપ છે, ગુનો ગુનો છે, બસ આજ આંધળો કાનુન,
જોકે સંજોગ પરીસ્થિતિ કોઈ સમજવા તૈયાર નથી,
અને હંમેશા પરીસ્થિતિ થી લાચારનેજ આપણો સમાજ દંડતો આવ્યો છે.
માણસની ભાવના લાગણી પરીસ્થિતિ કોઈ સમજવાં તૈયાર નથી, પરીણામે માણસ આજે ભયભીત છે,
સત્ય કયાકને કયાક દબાઈ રહ્યું છે.
નીરદયતા હાવી થઈ રહી છે, દયા કરૂણા પ્રેમ મમતા ક્ષમા, ના ગુણો નાશ થઈ રહ્યાં છે, અને લોભ લાલચ,ઈર્ષ્યા સ્વાર્થ,ના દુરગુણો હાવી થઈ રહ્યાં છે, અને કારણે..ભય ક્રોધ મીથ્થા અભીમાન,તો માનવતા ખતમ..
નીયમો માણસોએ બનાવ્યા,પાપ પુન્ય પણ કોણે નક્કી કર્યા?
બહું રીસર્ચ નો વીક્લ્પ છે...આટલી ચર્ચા બહું ઓછી પડે,
બંધ દરવાજા મા થાય તો કાઈ નહી જાહેરમાં થાય તો પાપ,
પોતે કરે તો પુન્ય બીજા કરે તો પાપ,
એક ધર્મ મા માશા આહાર પાપ, બીજા ધર્મ મા પુન્ય,
કોણ ધર્મના સિધ્ધાંતો પાળે છે અને કયા?? કયો નીયમ કોને પાળવો ન પાળવો તે વ્યક્તિ પોતે નક્કી કરે છે..પોતાને ગમે તે પાળવાના ના ગમે તે નહી પાળવાના એ પાપ નથી?
ધર્મ ની વાત પર ચાલનારા માટે પ્રેમની દુશ્મન દુનીયા પ્રેમ કરનારને દંડે છે ,અને પ્રેમ ની શીખ આપનારને પુજે છે, પોતે કરે બીજા કરે તો ગુનો
બહું પ્તનીત્વ.
રાજા દશરથને કેટલી પત્નીઓ, રામ નો વિવાહ કેવી રીતે થયેલ? કૃષ્ણ ને કેટલી પત્નીઓ કેટલી પ્રીયસી?
અર્જુન ને કેટલી પત્નીઓ? ભીમને? દ્રોપદીને કેટલા પતી હતા...કેમ??ભુલ કોની,ભોગ કોણ બની? શા માટે?
ધર્મ શું છે?
કયા નીયમને વળગી રહેશો કોને છોડશો? કયું સાચું કયું ખોટું?
ન્યાય, સાચું ખોટું કરવાનો અધીકાર કોને? તમને મને ?કયા હકથી? કયો ન્યાય? કયા સિધ્ધાંત થી??
ત્રણ વાતનેજ માનું હું તો...
શાંત ને પરેશાન ના કરો,
મજબુરને લાચાર ના કરો, ફાયદો ના ઉઠાવો,
કોઈને કાંઈ આપી ના સકો પણ એનું છીનવી ના લો.
જીવો અને જીવવા દો.
Raajhemant