અરીસો
-----
સમતલ અરીસો ખુબજ કામની વસ્તુઓમાંની એક છે!
માત્ર ચહેરો જોવાના જ કામમાં આવે એવુંય નથી!
કે ના તો એવું છે કે માત્ર પ્રકાશનું પરાવર્તન કરવામાં જ કામ આવે!
ક્યારેક પોતાના વિષે તો ક્યારેક સંબધો વિષે ઘણી વાતો કહી જાય છે!!
"સમતલ અરીસા માટે,વસ્તું અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર એ અરીસાની સપાટીથી વસ્તુંના અંતરથી બમણું અંતર હોય છે!
જો અરીસા અને વસ્તું વચ્ચેનું અંતર ઘટાડવામાં કે વધારવામાં આવે તો વસ્તું અને પ્રતિબિંબ ના અંતરમાં બમણો ફર્ક નોંધાય છે! જે અનુક્રમે વધે અને ઘટે છે!,
જેટલી ઝડપથી એ બે વચ્ચેનું અંતર ઘટાડવામાં કે વધારવામાં આવે! એનાંથી બમણી ઝડપે એ બે વચ્ચેનું અંતર ઘટે અથવા વધે!
-----
તદ્દન આવું જ સંબંધોમાં પણ લાગું પડે!!
---
સમજાય તો વંદન!
ન સમજાય તો અભિનંદન!
✍
જુગલ
💕