વિષય:."પ્રેમની અભિવ્યક્તિ"
શિર્ષક: "તારી પાસે"
નથી કોઈ શબ્દ , નથી કોઈ વાત મારી પાસે,
બસ છે હૃદયમાં મીઠી રજૂઆત મારી પાસે.
એક અહેસાસ જે બોલ્યા વિના કહું તારી પાસે,
એ જ પ્રેમ છે, જે દરેક પળમાં વહેંચાય તારી પાસે.
આંખો મળે ને થાય મૌનનો સંવાદ તારી પાસે,
સમીપે આવતા વધે હૃદયનો નાદ તારી પાસે.
ના જોઈએ કોઈ મોંઘી ભેટ કે ઉપહાર,
બસ જોઈએ એ સહજ સ્નેહનો આવકાર તારી પાસે.
સ્પર્શમાં છુપાયેલી એક આખી દુનિયા તારી પાસે,
ખામીઓ સ્વીકારીને પણ ચાહે છે દુનિયા,
એક આશ્વાસન, એક નાનકડું સ્મિત તારી પાસે.
એ જ આત્મીયતાનું પ્રીતનું અમર સંગીત તારી પાસે.
જ્યારે દૂર હોઈએ તો યાદોની સંગાથ તારી પાસે,
નિઃશબ્દ પ્રાર્થનામાં માગીએ તારો સાથ તારી પાસે.
સંભાળ લેવી, ધ્યાન રાખવું, તારી ચિંતા કરવી ખાસ, તારી પાસે.
એ જ છે પ્રેમનો સાચો ધ્યેય, નિખાલસ આભાસ તારી પાસે.
નથી કોઈ બંધન, નથી કોઈ દીવાલ,
છે મુક્તિનો નિર્દોષ ભાવ તારી પાસે.
જીવનના રસ્તે ચાલતાં, હાથમાં હાથ રહે, "સ્વયમ’ભુ’" તારી પાસે.
બસ એ જ રીતે, પ્રેમની અભિવ્યક્તિ તારી પાસે.
અશ્વિન રાઠોડ (સ્વયમ’ભુ')