તું કહે છે એટલે હું માની જ લઉં કે,
'તારી બારીમાંથી દેખાય એટલું આકાશ તારું!'
પણ, એજ આકાશ મારી બારીમાંથી દેખાય છે! એનું શું?
ચાલ, તું કહે છે એટલે હું માની જ લઉં કે,
'તારી બારીમાંથી દેખાય એટલું આકાશ તારું!'
પણ, મારી બારીમાંથી તો 'તું' દેખાય છે! એનું શું?
✍
જુગલ
💕
#પુછવું