દર્દ માં કણસતા, કણસતા જ રહ્યા,
ઝખ્મો ની દોસ્તી , તરસતા જ રહ્યા;
જીવન નૈયા ઝુકાવી છે,ભવસાગરમાં,
કિનારા મુક્તિના, તલસતા જ રહ્યા;
બેજુબાન છે શબ્દાત્મક અભિવ્યક્તિ,
નજરોથી નજારા , વિલસતા જ રહ્યા;
દ્રશ્ય દ્રષ્ટા ની રહસ્યમય રમત દ્વેતમાં,
અદ્વૈત વેદાંતી ભાવે,મલકતા જ રહ્યા;
ભાવ અભાવ છે ,મનની પળોજણ માં,
ભાવાતિત દશા માં, વિચરતા જ રહ્યા;