લોકડાઉન માં મસીહા
ગઇકાલે સાંજે અમારી કામવાળી બાઈને મેં ફોન કર્યો કે "કેમ છે બધા? કાંઈ જોવે છે? " એ કહે "ભાભી, બધા મજામાં, પણ મારે થોડા પૈસા જોશે.
પણ મારી પાસે એકપણ કાર્ડ નથી. મારા બાજુવાળાના કાર્ડની વિગત આપું તો એમાં પૈસા ભરી દયો." મેં કહ્યું ઠીક છે.અને એણે વોટ્સએપ પર ફોટો મોકલ્યો. મેં પાછો ફોન કર્યો ને કીધું કે "ફોટામાં બરાબર નંબર વંચાતો નથી,ખોટી ગડબડ થઈ જશે એટલે આ રસ્તો રહેવા દે..હું એકાદ દિવસમાં મોકલાવું છું." મેં મારા દીકરાને પૂછ્યું તો એ કહે "મોમ, હું કારમાં જઇને દઈ આવીશ એને કહેજો બ્રિજના નાકા સુધી આવે."મેં બાઈને આ મેસેજ આપી દીધો. એ તો ખુશ થઈ ગઈ.
આજે સવારે મારા મમ્મી માટે એડલ્ટ ડાયપર જોઈતા હતા એટલે મેં હોલસેલર જાવેદને ફોન કરી ને કહ્યું કે "કાલ સુધીમા ડાયપર મોકલ નહીં તો કહે ત્યાં આવીને અમે લઈ જઈએ." જાવેદ કહે "દીદી મૈં કોશિશ કરતા હું..પોલીસ બ્રિજ કે ઉસ પાર આને નહીં દેતી..દેખતા હું,વરના આપ આકર લેકે જાઓ." મને એમ કે ચાલો દીકરો બાઇને પૈસા આપી આવશે અને જાવેદ પાસેથી ડાયપર લેતો આવશે. એટલે હાશ..બંને કામ પુરા. દીકરો જાગ્યો એટલે મેં કીધું કે "બેટા, એકસાથે બે કામ થઈ જાશે.. તું જાય છે ને." દીકરો કહે "હા..તમે બંનેને કહો બ્રિજના કોર્નર પર આવે."
ત્યાંજ જાવેદનો ફોન આવ્યો કહે કે "દીદી, આપકી બિલ્ડીંગ કે પાસ આ ગયા હું" મેં એને પૂછ્યું "તુમ્હેં કૈસે આને દિયા ?? " જાવેદ કહે "પોલીસ કો બોલા તો મુજે આને દિયા, પોલીસભી સમજતી હૈ..બુઢે બુઝુર્ગ કી તકલીફ કો. લેકિન આપકી બિલ્ડિંગ કા વોચમેન આને નહીં દે રહા." મેં કહ્યું "વોચમેન ઉસકી ડ્યૂટી કર રહા હૈ.. મૈં ઉસે બોલતી હું." અને આમ જાવેદ ઘરે આવ્યો ને ડાયપર દીધા.
ત્યારે જાવેદને જોઈને મને એક વિચાર આવ્યો..મેં એને પૂછ્યું "તુમ બ્રિજ કે ઉસ પાર રહતે હો તો મેરા એક કામ કરોગે ?" જાવેદ કહે, "હા દીદી..બોલો.." મેં એને કહ્યું કે "મેરી કામવાલી ઉસ એરિયા મેં રહતી હૈ ઉસકે પાસ પૈસે ખતમ હો ગયે હૈ.. મૈં ઉસે બ્રિજ કે કોને પે બુલાતી હું તો આપ ઉસે પૈસે દે દોગે ? " જાવેદ કહે "હા દીદી..મૈં ઉસે પૈસે દે કે આપસે બાત કરવાઉગા." અને મેં મારી બાઈ તથા જાવેદ ને એકબીજાના નંબર મોકલ્યા. જાવેદ પૈસા લઇને નીકળ્યો. મેં બાઇ ને ફોન કરીને જણાવ્યું કે તું બ્રિજ પાસે જા ત્યાં જાવેદ તને પૈસા આપે એટલે મારી સાથે ફોન માં વાત કર..
દસ મિનિટની અંદર જાવેદે મને બાઈ સાથે ફોનમાં વાત કરાવી.. બાઈ ફોનમા રડું રડું થતી મને કહે, "ભાભી, પૈસા મળી ગયા. "ઠેંક્યું ભાભી"
મેં કહ્યું "ઘરે જા ગાંડી, રડ નહીં અને કાંઈ જોઈતું હોય તો ફોન કરજે. " પછી જાવેદ ફોન પર આવ્યો. મેં એને કીધું "થેન્ક્સ જાવેદ, તે મારું કામ કરી આપ્યું." તો જાવેદ કહે " ઉસમેં થેક્સ ક્યુ દી? #લોકડાઉન મેં હમ એકદુસરે કો કુછ હેલ્પ કર સકે તો અચ્છા હૈ ના. ઔર પોલીસ ભી અચ્છા કામ કર રહી હૈ .
અંત માં એટલું જ કહીશ કે જાવેદ પણ એક મુસલમાન છે.. પણ ક્યાંક જે અપવાદ હોય છે ને એમાનો અપવાદ એટલે જાવેદ. કારણ કે બધા સંતરા ખાટા નથી હોતા.. કોઈક મીઠા પણ હોય છે.
#બસઆમજ 😇 #લોકડાઉનમાં થયેલો સ્વનુભવ !
#મારીરચના