એક ધબકાર ચુકી જવાઈ છે .....
સોશીયલ મીડિયા માં નવી પોસ્ટ
એજ ચહેરાઓ ને એજ ભાવો
કાલે છ તો આજે પાંચ દેખાઈ છે
પોતાની ગેરહાજરી ની ભીતી
કંઇક એવી તો થાય છે
બીજું તો કંઈ નહીં બસ ...
એક ધબકાર ચુકી જવાય છે
એ દિવસો ને કામ કરવાની મજા
એ વાતો ને એ જૂની જનુની યાદો
એજ જગ્યા ને એજ જિંદગી
ફરીથી જીવી લેવાનું મન થાય છે
બીજું તો કંઈ નહીં બસ ...
એક ધબકાર ચુકી જવાય છે
મિત્ર એટલે જીંદગી ની ભેટ
મિત્ર એટલે સપનાં ની હકીકત
મિત્ર એટલે બધા દર્દ ની દવા
મિત્ર એટલે બંધ મૂઠી નો ખજાનો
બધા ના નસીબ માં ક્યાં એવા સુખ લખાઈ છે.
બીજું તો કંઈ નહીં બસ ...
એક ધબકાર ચુકી જવાય છે
સપનાં ઓ ની પાછળ ભાગતા ભાગતા
પૂરા થવાનો મન માં આભાસ થાય છે
આતો ખેલ છે નીયતી ના અજબ ગજબ
છેવટે સપનાં સપનાં જ રહી જાય છે
બીજું તો કંઈ નહીં બસ ...
એક ધબકાર ચુકી જવાય છે
કોઈને બે ડગલાં માંડતા જ
મળી જતી હોય છે જીંદગી
તો કોઈ દર દર ભટકતું રહી જાય છે
બીજું તો કંઈ નહીં બસ ...
એક ધબકાર ચુકી જવાય છે
જૂની યાદો વાતો ને મુલાકાતો ને વાગોળતા
આખરે એક ચેતના નો આભાસ થાય છે
શાયદ હવે થોડું હજુ જીવી જવાતે
પણ ....પણ.....
એક ધબકાર ચુકી જવાય છે
બીજું તો કંઈ નહીં બસ ...
એક ધબકાર ચુકી જવાય છે